પોસ્ટ્સ

અમાપ અંતર

છબી
  અમાપ અંતર થીએટરની  અંદર સીટનો આર્મરેસ્ટ હોઈ હોઈને કેટલો પહોળો હોય? અમારા બંનેની કોણીનાં હાડકાંનો અમે સ્પર્શ અનુભવી શકીએ એટલાં તો અમે જોડાજોડ બેઠેલાં. આરામથી એકબીજા તરફ લળીને. અમારા ખભાઓ એટલા નજીક હતા કે બંનેના ટીશર્ટની બાંયનો સ્પર્શ અમે અનુભવી શકતાં હતાં. મારો હાથ તેના હડપચી ટેકવેલ કાંડાં  અને કોણી  વચ્ચેથી નીકળી તેના એ વાળની રૂવાંટીને સ્પર્શતો એનાં   કાંડાંને વીંટળાતો હતો. બે સીટ વચ્ચેનું પાર્ટીશન એ જ અમારા વચ્ચેનો અંતરપટ હતો.    આર્મરેસ્ટ  અનેક લોકોના  પરસેવા, પોપકોર્નની વાસ અને તેલનો પોલીશ  પામી ચુકેલો. કઈં કેટલાયે  હસ્તમેળાપ આ આર્મરેસ્ટે જોયા, અનુભવ્યા હશે. અમારો અનુભવ જરા નોખો હતો.   આર્મરેસ્ટથી  નીચે ઉતરતાં અમારાં ટાઈટ બ્લ્યુ જીન્સમાં કેદ અમારી સાથળો અડકતી હતી. ધ્યાનથી સાંભળીએ કે જોઈએ તો ઘણીખરી કોર્નર સીટો પર અત્યારે કપડાં કે હથેળીઓનો ફરકાટ  ખ્યાલ ન આવે તેમ અનુભવાતો હશે.  ફિલ્મના પડદા પરથી આછી ભૂરી લાઈટ પડતી હતી. અમારા હાથપગનાં  હાડકાંના સાંધા, કાંડાંનાં  હાડકાં, ગાલનો ઉપસેલો ભાગ- બધું...

વિઘ્નહર્તા

છબી
વિઘ્નહર્તા અમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે "યાદ છે ને!  તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ લઈ આવવા  કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે." "કહ્યું છે મને, કામનો ફડકો તને છે." મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું. "તારી ઉપર વિશ્વાસ છે એને." કહેતાં એણે મારા ગાલે ચીટીયો  ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં.  કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી  જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં  ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ડમરીઓ ઉડી. ઓચિંતો  જોરદાર વરસાદ તૂટી પડ્યો. રસ્તે જેમજેમ વરસાદ વધ્યો તેમ ટ્રાફિક જામ થવા લાગ્યો. અમે શેરીઓમાં થઈ જલ્દી જવું પસંદ કર્યું. રસ્તે તો  ટ્રાફિક જ્યાંત્યાં થંભી ગયેલો દેખાતો હતો. થોડી વાર માટે અમે પલળીને નિતરતાં કોઈ શોપિંગ સેન્ટરની દુકાનની છત નીચે ઊભાં. વરસાદ થોડો ધીમો પડ્યો. અમે બજારમાં પહોંચી ગયાં.  ગણપતિની મારી કમર જેટલી ઊંચી...

દૈનિક યોગ સહુને માટે

છબી
  દૈનિક યોગ સહુ માટે યોગ સહુને ફાયદાકારક નિવડે અને સહુ કરી શકે તે હેતુથી  અત્રે એવાં આસનો મુકું છું જે દરેક  લગભગ સ્વસ્થ, કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે. અગાઉ આશરે 20-25 વર્ષ પહેલાં યોગ કલાસ અને પુસ્તકો જોયાં હોય તો શીર્ષાસન, મયુરાસન, શક્તિ આસન જેવાં પ્રમાણમાં અઘરાં આસનો રહેતાં. હવેના યોગ અભ્યાસક્રમમાં સહુ કરી શકે અને સહુને મહત્તમ ફાયદો થાય એવાં આસનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આસનો સાથે શ્વાસની સ્થિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે આસનો પહેલાં કરવાની સૂક્ષ્મ ક્રિયાઓ શરીરમાં રક્તસંચાર ઝડપી બનાવે છે અને તદ્દન સહેલી લાગે પણ સ્નાયુઓને યોગ્ય ખેંચાણ, સ્થિતિસ્થાપકતા, પ્રાણવાયુ અને મજબૂતી આપે છે. ઘણી ક્રિયાઓ ફિઝિયોથેરાપીની કસરતોને મળતી આવે છે અને સર્વાંગી તંદુરસ્તી માટે સારી છે. તો આજે વર્તમાન દૈનિક યોગ અભ્યાસ માટેનાં આસનો અને પ્રણાયમો જોઈશું. આ આખો અભ્યાસ 40 થી 45 મિનિટ લે છે. દરેક આસનમાં આરામથી 10 થી 20 સેકન્ડ રહેવું ફાયદાકારક છે. 10 સેકન્ડ તો ખરું જ. મુદ્રામાં જઈ તરત મૂકી દેવાથી કોઈ ફાયદો થતો નથી. એક સામાન્ય નિયમ છે કે શરીર ખેંચાય કે ઉપર જાય ત્યારે શ્વાસ લેવાનો અને નીચ...